ગુસ્સામાં બોલાયેલા શબ્દો પાછા આવતા નથી, હૃદય સ્પર્શી જાય તેવી નાનકડી સ્ટોરી જરૂર વાંચો.

0
713

એક વખત એક ખેડૂતે ગુસ્સામાં તેના પાડોશીને ઘણું ખરાબ શબ્દો બોલ્યા, પરંતુ પાછળથી જ્યારે તેને પોતાની ભૂલ સમજાઈ ત્યારે તે એક સંત પાસે ગયો. તેણે સંતને તેના શબ્દો પાછા લેવાનો રસ્તો પૂછ્યો.

સંતે ખેડૂતને કહ્યું, “તું ઘણા બધા પીંછા ભેગા કર અને તેને શહેરના વચ્ચોવચ્ચ રાખીને આવી જા.” ખેડૂતે પણ તેવું જ કર્યું અને પછી સંત પાસે પહોંચ્યા.

સંતે કહ્યું, “હવે જાઓ અને તે પીંછા ભેગા કરી અને મારી પાસે પાછા લઇ આવ.”

ખેડૂત પાછો ગયો પણ ત્યાં સુધીમાં બધા પીંછા પવનથી ઉડી ગયા હતા. અને ખેડૂત સંત પાસે ખાલી હાથે પહોંચ્યો. પછી સંતે તેને કહ્યું કે તમારા દ્વારા બોલાયેલા શબ્દો સાથે પણ આવું જ થાય છે, તમે તેને સરળતાથી તમારા મોંમાંથી બહાર કાઢી શકો છો, પણ તમે ઇચ્છો તો પણ તેમને પાછા લઈ શકતા નથી.

આ વાર્તા દર્શાવે છે કે આપણે આપણી જાત પર નિયંત્રણ રાખવું જોઈએ અને આપણે જાણવું જોઈએ કે આપણે શું કહી રહ્યા છીએ, નહીં તો આપણને પસ્તાવા સિવાય કંઈ જ બાકી રહેશે નહીં.

“વાતચીતનો પહેલો નિયમ એ છે કે જો આપણે હંમેશા મધુર અને સકારાત્મક રીતે બોલીએ, તો કદાચ આપણે ક્યારેય પણ એવું ન વિચારવું પડે કે આપણે શું બોલી રહ્યા છીએ. પણ જો આપણને ગુસ્સો આવે તો સૌથી શ્રેષ્ઠ એ રહેશે કે તે સમયે આપણે કશું બોલવું નહિ કારણ કે તે સમયે આપણી વાણીને આપણે નહિ, પણ આપણો ગુસ્સો નિયંત્રણ કરી રહ્યો હોય છે.