આ મંદિરને ભારતનું સૌથી પ્રાચીન મંદિર માનવામાં આવે છે, જાણો તેની સાથે જોડાયેલા રહસ્યો. પ્રાચીન કાળથી, ભારતમાં મંદિરોને આસ્થાના મુખ્ય કેન્દ્ર તરીકે જોવામાં આવે છે. આજે ભલે લોકો મંદિરોમાં ફક્ત પૂજા પાઠ કરવા જતા હોય, પરંતુ પ્રાચીન સમયમાં મંદિરોમાં સમાજના કલ્યાણ માટેની ચર્ચાઓ પણ કરવામાં આવતી. તેની સાથે જ લોકો માનસિક શાંતિ માટે મંદિરમાં જતા હતા.
મંદિરોના ઇતિહાસ વિશે વાત કરીએ તો, તેમના અસ્તિત્વના પુરાવા ભારતની સાથે સાથે અન્ય દેશોમાં પણ મળે છે. આજે પણ ઇજિપ્ત, માચુ-પીચુ, તુર્કી વગેરેમાં 2500 વર્ષથી વધુ પ્રાચીન મંદિરો હાજર છે. આજે અમે તમને ભારતના એવા જ એક મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે ભારતનું સૌથી પ્રાચીન મંદિર માનવામાં આવે છે.
મુંડેશ્વરી દેવી મંદિર ભારતનું સૌથી પ્રાચીન મંદિર છે : આમ તો ભારતમાં એવા ઘણા મંદિરો આવેલા છે જે સદીઓ જુના છે, પરંતુ એવામાં સવાલ એ ઉભો થાય છે કે, ભારતનું સૌથી પ્રાચીન મંદિર કયું છે? ભારતના પ્રાચીન મંદિરોની વાત કરીએ તો તેમાં તિરૂપતિ શહેરનું વિષ્ણુ મંદિર, તમિલનાડુમાં તંજોર મંદિર અને અજંતા ઈલોરાનું કૈલાસ મંદિર પણ છે. પરંતુ આ મંદિરોને સૌથી પ્રાચીન મંદિરમાં નથી કહેવામાં આવતા. મુંડેશ્વરી દેવીના મંદિરને ભારતનું સૌથી પ્રાચીન મંદિર કહેવામાં આવે છે. પુરાતત્વવિદોને પુરાવા મળ્યા છે કે, આ મંદિર ઇસ 108 માં બનાવવામાં આવ્યું હતું.
ખોદકામમાં દુર્લભ મૂર્તિઓ મળી : ભારતના પુરાતત્વીય વિભાગે, વર્ષ 1968 માં મુંડેશ્વરી મંદિરના ખોદકામ દરમિયાન મળી આવેલી 97 દુર્લભ મૂર્તિઓને સુરક્ષિત રાખવા માટે તેમને પટણા અને કોલકાતા સંગ્રહાલયોમાં મૂકી દીધી હતી. ખોદકામ દરમિયાન, પુરાતત્વ વિભાગને અહીંથી ગણેશ અને શિવ સહિત અન્ય અનેક દેવી-દેવતાઓની મૂર્તિઓ પણ મળી હતી.
જો આપણે દેશમાં દેવી-દેવતાઓની પૂજા-પાઠના સૌથી પ્રાચીન સ્થાનો વિશે વાત કરીએ, તો તે જ્યોતિર્લિંગ અને શક્તિપીઠ છે. એવું માનવામાં આવે છે કે, શક્તિપીઠ 5000 વર્ષ જૂના છે. તેની સાથે જ એવા પણ પુરાવા મળે છે કે, ભગવાન રામના યુગમાં પણ મંદિરો હતા. તમને જણાવી દઇએ કે, ભગવાન રામનો યુગ આશરે 7,200 વર્ષ પહેલા હતો.
ઇતિહાસના નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, ભારતમાં મંદિરોનું નિર્માણ દરેક યુગમાં થતું રહ્યું છે. તેમની સંખ્યા ખૂબ વધારે હતી પરંતુ ઘણા મંદિરો અને પૌરાણિક સ્થળો મુસ્લિમ શાસકો તેમજ અન્ય બાહ્ય આક્રમણકારોએ નષ્ટ કર્યા હતા, જેમણે ભારત પર શાસન કર્યું હતું. તેમ છતાં આજે પણ ભારતમાં આજે પણ ઘણા પ્રાચીન મંદિરો અસ્તિત્વમાં છે, જે પુરાવો આપે છે કે સદીઓથી ભારતના લોકોની ભાવના અન્ય સંસ્કૃતિઓ કરતાં વધુ વિકસિત હતી. ભારતના પ્રાચીન મંદિરો જણાવે છે કે, ભારતની પ્રાચીન સંસ્કૃતિ કેટલી ગૌરવપૂર્ણ હતી.
આ માહિતી એસ્ટ્રો સેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.