જાણો કેમ ભારતના આ ગામમાં હનુમાનજીની પૂજા કરવામાં આવતી નથી?
ભગવાન હનુમાનને સંકટમોચક કહેવામાં આવે છે એટલે કે તે દેવતા જે બધા ક્ર્ષ્ટોનો નાશ કરી દે છે. ભગવાન શિવના રુદ્રાવતાર માનવામાં આવતા ભગવાન હનુમાન સનાતન ધર્મના એ દેવતો માંથી એક છે, જે તેમના ભક્તોને અષ્ટ સિદ્ધી અને નવ નિધિઓનું વરદાન આપી શકે છે. થોડા સમયમાં પ્રસન્ન થવા વાળા ભગવાન હનુમાનના ભક્તોનું સ્વયં શની દેવતા પણ કાંઈ બગાડી નથી શકતા. કહે છે કે જે વ્યક્તિ ઉપર હનુમાનજીની કૃપા થઇ જાય તેનું કોઈ પણ વિપત્તિ વાળ સુધા વાંકો નથી કરી શકતી.
સ્પષ્ટ છે કે એવા દેવતા કે પછી કહીએ તો આરાધ્યને કોણ પૂજવા નહિ માંગે. કોણ નહિ ઈચ્છે કે ભગવાન હનુમાન તેમની ઉપર પ્રસન્ન ન રહે અને તેમની કૃપા દ્રષ્ટિ તેમની ઉપર જળવાઈ રહે. પણ જો અમે આજે તમને એ જણાવીએ કે કોઈ એક વ્યક્તિ કે બે વ્યક્તિ નહિ પણ એક આખું ગામ છે. જે હનુમાનજી ઉપર ઘણા ગુસ્સે છે અને તેમની પૂજા નથી કરતા. હનુમાનજીથી ગુસ્સે થવાનું એક કારણ પણ છે.
આજે અમે તમને આ લેખમાં તે ગામ વિષે જણાવવાના છીએ, જ્યાંના લોકો હનુમાનજીની પૂજા નથી કરતા અને તેનું જે કારણ જણાવે છે, તે ઘણું જ રોચક છે.
દ્રોણાગીરી ગામ
દેવભૂમિ ઉત્તરાખંડના અંતિમ છેડા ઉપર વસેલા ચમોલી જનપદના જોશીમઠ વિકાસ ખંડમાં જોશીમઠ નીતિ માર્ગ ઉપર આવેલું છે દ્રોણાગીરી ગામ. આ ગામ સમુદ્ર કાંઠાથી લગભગ 14 હજાર ફૂટની ઉંચાઈ ઉપર આવેલું છે. આ ગામમાં મોટાભાગે ભોટિયા સમુદાયના લોકો રહે છે. અહિયાંના લોકોની માન્યતા છે કે જયારે ભગવાન રામના ભાઈ લક્ષ્મણજી નાગપાશ બાણ લાગવાથી મૂર્છિત થઇ ગયા હતા ત્યારે તેમને બચાવવા માટે હનુમાનજી જે પહાડને ઉપાડીને લઇ ગયા હતા, તે આ ગામમાં આવેલું હતું.
માન્યતાઓ મુજબ આ ગામના લોકો તે પર્વતની પૂજા કરતા હતા અને ભગવાન કોઈની મંજુરી લીધા વગર જ આ પર્વતને અહિયાંથી ઉપાડીને લઇ ગયા હતા. એ કારણ છે કે સ્થાનિક લોકો હનુમાનજીથી નારાજ છે અને તેમની પૂજા નથી કરતા.
સ્થાનિક લોકો જણાવે છે કે જયારે હનુમાનજી અહિયાં આવ્યા હતા, તો તેમને એક વૃદ્ધ મહિલાને સંજીવની બુટી વિષે પૂછ્યું હતું. ત્યારે તે વૃદ્ધ મહિલાએ હનુમાનજીને તે પર્વત તરફ ઈશારો કરી જણાવ્યું હતું કે સંજીવની બુટી આ પર્વત ઉપર મળી શકે છે પણ હનુમાનજી તેમ છતાં પણ સંજીવની બુટી ઓળખવામાં નિષ્ફળ રહ્યા અને છેવટે કાંઈ ન સમજી શક્યા અને આખો પર્વત ઉપાડીને લઇ ગયા. તે વાતની જાણકારી ગામને થઇ તો તેમણે સૌથી પહેલા તે વૃદ્ધ મહિલાનો સામાજિક બહિષ્કાર કર્યો અને પછી હનુમાનજીની પૂજા ન કરવાના સોગંધ લીધા.
સૌથી રોચક વાત એ છે કે આ ગામના લોકો ભગવાન શ્રી રામની પૂજા કરે છે, પણ હનુમાનજીની પૂજા નથી કરતા. નારાજગી એટલી છે કે આખા ગામમાં લાલ રંગની ધજા સુધા લગાવવા ઉપર પ્રતિબંધ છે કેમ કે લાલ રંગ ભગવાન હનુમાનને ખુબ પ્રિય છે.
આ માહિતી એસ્ટ્રો સેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.