એક નાનકડા ગામનો એક વ્યક્તિ પોતાના ઘોડા પર સવાર થઈને જંગલના રસ્તે પોતાના ગામ તરફ આવી રહ્યો હતો, ઘટાદાર વૃક્ષોથી છવાઈ ગયેલા જંગલના રસ્તા પર તે વ્યક્તિ થોડો આગળ પહોંચતા તેને સાવજના કણસવાનો અવાજ આવે છે, ઘોડેસવાર પોતાના ઘોડા પરથી નિચે ઉતરી જ્યાંથી અવાજ આવતો હતો તે તરફ જુએ છે, તો ઘાયલો સાવજ દેખાય છે, સાવજને પગમા કાંટો લાગ્યો જોઈ ઘોડેસવાર સાવજના પગ માથી કાંટો કાઢે છે, કાંટો નિકળતા સાવજને શાંતિ થાય છે, સાવજ ઉભો થઈ ધોડેસવાર સાથે તે પણ ચાલતો થઈ જાય છે, સાવજ ઘોડેસવારની પાછળ પાછળ તેમના ગામ સુધી જાય છે, ઘોડેસવાર ઘરે આવે છે સાવજ પણ તેમની પાછળ પાછળ ઘરની બહાર ઉભો રહે છે, જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ સાવજ હર રોજ ઘરધણી (ઘોડેસવાર)ના ઘરે આવે સમય જતા બંને વચ્ચે મિત્રતા થઈ ગઈ, સાવજ ઘરધણી સાથે જ રહેવા લાગ્યો.
એક દિવસ બન્યુ એવું ઘરધણીને ત્યા મહેમાન આવે છે, મહેમાન દરવાજો ખોલતાં જોવે છે કે એક સાવજ બેઠો છે અને ઘરધણી સાવજના માથા પર હાથ ફેરવી રહ્યા છે, સાવજને ઘરમા બેઠેલો જોઈ મહેમાન ગભરાઈ જાય છે, તે બહાર દરવાજે ઉભો રહી જાય છે, મહેમાનને બહાર ઉભેલા જોય ઘરધણી તેમને અંદર આવવાનુ કહે છે, સાવજ થી ગભરાયેલા મહેમાન બોલી શકતા નથી પણ સાવજ તરફ પોતાનો હાથ કરે છે, સાવજથી ગભરાયેલા મહેમાનને ઘરધણી કહે છે ગભરાવાની જરૂર નથી અંદર આવો, આ સાવજ તો આપણા પાડેલા કુંતરા જેવો છે, ઘરધણીને સાવજને પાડેલા કુંતરા જેવો કહેતા સાવજ પગથી માથા સુધી ક્રોધિત થઈ જાય છે પણ મહેમાન આવેલા જોઈને કશુ બોલતો નથી, મહેમાનને ઘરધણીને ત્યા ચા પાણી પીધા અને થોડી વાર બેસી મહેમાનને વિદાય લીધી, મહેમાનને વિદાય લીધી ત્યારે સાવજ ઘરધણીને કહે છે.
‘ભાઈ…. તે મારા પગ માથી કાંટો કાઢ્યો તે મારા પર ઉપકાર કર્યો હતો અટલે હુ તારી પાસે આવું છુ.
ભાઈ….. તારી સાથે મને પ્રેમ બંધાયો આથી તારી સાથે મને મજા આવે છે અટલે હુ તારા પાસે આવું છુ, પણ… તે આજે મારી મિત્રતાની કિંમત એક પાડેલા કુંતરા જેવી કરી?
ભાઈ… તારા મહેમાન આવ્યા ત્યારે તારી આબરૂ ના જાય એટલા માટે હુ બોલ્યો નહી, પણ તુ મહેમાન આવ્યા, ત્યારે જે બોલ્યો તે હવે બોલ અટલે તને
ખબર પાડું કે સાવજ કોને કહેવાય? અને કુંતરો કોને કહેવાય?
સાવજ આટલું બોલ્યો ત્યા ઘરધણી થરથર ધ્રુજવા લાગ્યો, થરથર ધ્રુજતા ઘરધણીને સાવજે કહ્યુ, હવે ધ્રુજવાનુ બંધ કર અને સામે પડેલો કુહાડો ઉપાડ અને મારામાથા પર માર, સાવજ કુહાડો મારવાનું કહેતા, ઘરધણી સાવજને કુહાડો મારવાની ના કહે છે કે હુ કેવી રીતે મારૂ…
ઘરધણી સાવજને કુહાડો મારવાની ના કહેતા સાવજ ઘરધણી બોલે છે.., કે મને કુહાડો માર નહિતર એક પંજા ભેગા તારા ફોદા કાઢી નાખું.., માર.. આટલું કહેતા ઘરધણી કુહાડો ઉપાડી સાવજના માથા પર મારે છે, કુહાડાનો ઘા લાગતા સાવજના માથા પરથી લોહી વહેવા લાગે છે અને સાવજ ત્યાંથી ચાલ્યો જાય છે અને બે વર્ષ પછી એક દિવસ સાવજ તે ઘરધણી પાસે આવે છે, મિત્ર ઘરધણી પાસે આવી સાવજ કહે છે,
અરે ભાઈ…., માથા પર મારેલો કુહાડાનો ઘા તો રૂઝાઈ ગયો, પણ…” હૈયા પર લાગેલો શબ્દનો ઘા હજુ પણ એમનો એમ છે,
“જીભમા ઘા વાગે એ રૂઝાય જાય, પણ જીભના ઘા જેને લાગ્યા એ કદી રૂઝાતા નથ”
સાભાર તુષાર પ્રજાપતિ, અમર કથાઓ ગ્રુપ.