‘યાદ આવે ઇ શુરવીરો’ આ અદ્દભુત રચના વાંચીને તમને ઈતિહાસ યાદ આવી જશે.

0
537

યાદ આવે ઇ શુરવીરો જે આ યુગમાં નથીં ભાળીયા

કારણ ધરા માટે ધરબાઈ ગયા ઇ આ શુરવીર ના પાળિયા

વાત હતીં ઇ વખતે વટની હવે વટવાળા નથીં ભાળીયા

કારણ વટને ખાતર વેતરાઇ ગ્યાં ઇ આ શુરવીર ના પાળિયા

પરોપકારી પુરા જીવ હતા ઇ જુગમા હવે સ્વાર્થી બધે ભાળીયા

કારણ એક તેતર ને કારણે મુળીમા ઉભા ઇઆ શુરવીરના પાળિયા

વચન તણી કિંમત ઇ કરી જાણતાં હવે વિશ્વાસઘાતી ભાળીયા

મર્યા પછી ચાંપરાજ ને સાંગાએ દિધા દાન ઇઆ શુરવીરના પાળિયા

ગૌ બ્રાહ્મણ પ્રિતપાળ ઇ પુરા હવે ગૌક તલ થતી જોવાવાળા ભાળીયા

ગૌ કારણ વચ્છરાજ ને ભાથીજી થયા ઇઆ શુરવીરના પાળિયા

દાતરી હતી રગે રગમા ઘણી હવે લોભીને લાલચુ ભાળીયા

દાતરી કારણ જગદેવજીએ માથું દિધુ ઈ આ શુરવીરના પાળિયા

પ્રાણ સાટે ઇ પ્રેમકરતા ખરા હવે વસાનાના ભુખ્યા ભાળીયા

પ્રેમ ખાતાર ખીમરો લોડણેલો હીદિધા ઇઆ શુરવીરના પાળિયા

ખાનદાન અને ખંમીરવંતા હતા ઇ હવે એવા થાય એવા નથી ભાળીયા

કહે વિરમદેવ ગામેગામ જોયા આવા દાખલા ઇઆ શુરવીરના પાળિયા

– વિરમદેવસિહ પઢેરીયા

સાભાર નયસત ગોસાઈ (આપણો ઈતિહાસ ગ્રુપ)