યાદ આવી ગઇ એ વરસો જુની દિવાળી, આ કવિતા વાંચ્યા પછી તમને પણ તમારા જુના દિવસો યાદ આવી જશે.

0
686

બાર મહિના નુ છેલ્લુ પરબ, હરખે મનાવતા દિવાળી,

આસોપાલવ ના તોરણ અને આંગણે આંગણે રંગોળી,

ગાર માટી ના ખોરડા હતા, ને લીપણ ઘુપણ હરિયાળી,

કળી ચૂનો, ને ખડી ડિટેમ્બર, ટોડલે જ્યોત દિવા તણી,

લાભ શુભ ને ભલે પધાર્યા, અને ટોડલિયા ની શોભા સારી,

ભીતે ચાકરા ભરત ભરેલા, અમે દેશી ઘર ની શોભા માણી,

પટારા માં કપડા રાખતા, થાપણાં ના અમે સૌ એક જોડી,

મહિનો અગાઉ સૌ રાજી થતા, કે હમણાં આવશે દિવાળી,

પોટાશ ભરી ભડાકા કરતા, લોખંડ ની ચાકી માં માણતા દિવાળી,

લવિંગીયા ફોડી ખુબ રાજી રહેતા, એવી માણી દિવાળી,

એરૂ ની ટીકડી વાસ ફેલાવે, ચકેડી માં મનાવતા સૌ દિવાળી,

ભીંત ભડાકા બહુ ફોડતા, લક્ષ્મી છાપ ની ખુબ રમઝટ બોલાવી,

ઉંચે આકાશ રોકેટ ઉડે, ફુલઝર ઘુમાવતા એ દિવાળી,

રોલ ચડાવવા ચાંદલિયા નો,અમે પિસ્તોલ રાખતા એ દિવાળી,

પૈસા ન હતા પણ ભાવ હતો, હૈયે હતી હેલી હરખ તણી,

” રાજ ” યાદ આવી ગઇ આજ એ વરસો જુની દિવાળી.

રચના – રાજેશભાઇ એસ કુકરવાડિયા, (વ્યાસ) ધ્રુવનગર, મોરબી. (અમર કથાઓ ગ્રુપ)