માંડવ્ય ઋષિને કારણે યમરાજે લેવો પડ્યો હતો દાસી પુત્ર વિદુરના રૂપમાં જન્મ. એક વખત કોઈ ચોરોએ રાજના ખજાનામાં ચોરી કરી. ચોરીના સમાચાર ફેલાયા. રાજ કર્મચારી ચોરોની શોધમાં દોડ્યા. ચોરોનો પીછો કર્યો. ચોર ગભરાઈ ગયા. માલ સાથે ભાગવું મુશ્કેલ હતું. રસ્તામાં માંડવ્ય ઋષિનો આશ્રમ આવ્યો. ચોર આશ્રમમાં જતા રહ્યા. ચોરોએ ચોરીનો સમાન આશ્રમમાં છુપાવી દીધો અને તે ભાગી ગયા.
સૈનિક પીછો કરતા માંડવ્ય ઋષિના આશ્રમમાં આવી ગયા. શોધખોળ કરી. ચોરીની વસ્તુ હાથ લાગી. માંડવ્ય ઋષિ ધ્યાનમાં હતા. રાજ કર્મચારીઓની દોડધામના અવાજથી તેમનું ધ્યાન ભંગ થયું. તેમણે માંડવ્ય ઋષિને જ ચોર સમજ્યા. તેને પકડી લીધા અને રાજા પાસે લઇ ગયા, રાજાએ ફાંસીની સજા સંભળાવી દીધી.
માંડવ્ય ઋષિને વધ સ્થળ ઉપર લાવવામાં આવ્યા. તે ત્યાં ગાયત્રી મંત્રના જાપ કરવા લાગ્યા, રાજ કર્મચારી, તેને ફાંસી આપતા હતા, પરંતુ માંડવ્ય ઋષિને ફાંસી લાગતી જ ના હતી, એટલે કર્મચારી અને સ્વયં રાજા પણ ચકિત થયા. એવું કેમ? ફાંસીથી તો કોઈ બચ્યું નથી, પરંતુ આ ઋષિને ફાસી કેમ નથી લાગી રહી, કારણ શું છે?
તે નક્કી કોઇ તપસ્વી છે, રાજાને પશ્ચાતાપ થયો. ઋષિ પાસે ક્ષમા માગી. ઋષિએ કહ્યું, રાજન, હું તમને ક્ષમા કરી દઈશ, પરંતુ યમરાજને ક્ષમા નહિ કરું, પૂછીશ, મને મૃત્યુદંડ કેમ આપવામાં આવ્યો?
જયારે મેં કોઈ પાપ કર્યું ન હતું, હું ન્યાયધીશ યમરાજને દંડ આપીશ? પોતાના તપના બળ ઉપર માંડવ્ય ઋષિ યમરાજની સભામાં ગયા. યમરાજને પૂછ્યું, યમરાજ, જયારે મેં કોઈ પાપ કર્યું ન હતું, તો મને મૃત્યુદંડ કેમ આપવામાં આવ્યો?
મારા ક્યાં પાપનો દંડ તમે કર્યો? ઋષિના પૂછવાથી યમરાજ પણ હચમચી ગયા. યમરાજ ઋષિથી ન ડર્યા, ઋષિના તપ સાધનાથી ડર્યા. તપથી ઋષિઓના દેહ અને વચન પવિત્ર બની જાય છે. એટલા માટે જે કહે છે, થઇ જાય છે. તપ જ વ્યક્તિને પવિત્ર કરે છે, ભક્તિ જ માણસને પવિત્ર કરે છે. ઋષિનો પ્રશ્ન સાંભળીને યમરાજ ધ્રુજી ગયા.
કહ્યું, ઋષિવર, જયારે તમે ત્રણ વર્ષના હતા, તો તમે એક ચકલીને કાંટો ભોક્યો હતી, તે પાપને કારણે જ તમને આ દંડ મળ્યો. જાણે અજાણે જે, પણ પાપ કરવામાં આવે, તેનો દંડ પણ ભોગવવો જ પડે છે. પરમાત્માને પુણ્ય તો અર્પણ કરી શકાય છે, પાપ નહિ.
માંડવ્ય ઋષિએ કહ્યું, શાસ્ત્ર મુજબ જો અજ્ઞાનવશ કોઈ માણસ પાપ કરે છે, તો તેનો દંડ તેને સપનામાં આપવામાં આવવો જોઈએ. પરંતુ તમે શાસ્ત્ર વિરુદ્ધ નિર્ણય કર્યો, અજ્ઞાનવસ્થામાં કરવામાં આવેલા પાપનું ફળ તમે મને મૃત્યુદંડના રૂપમાં આપ્યું. તમારે મારા એ પાપનો દંડ મને સપનામાં જ આપવો જોઈતો હતો.
યમરાજ, તમે મને ખોટી રીતે શાસ્ત્ર વિરુદ્ધ દંડ આપ્યો છે, તે તમારી અજ્ઞાનતા છે, તે અજ્ઞાનને કારણે જ, હું તમને શ્રાપ આપૂ છું કે તમે દાસી પુત્ર સ્વરૂપે જન્મ લો, મનુષ્ય યોનીમાં જાવ.
મૈત્રેય ઋષિ કહે છે, બસ વિદુર, આ કારણે તમારે મનુષ્ય યોનીમાં દાસી પુત્રના રૂપમાં જન્મ લેવો પડ્યો. તમે કોઈ સાધારણ મનુષ્ય નથી, તમે તો યમરાજના અવતાર છો, કોઈ કોઈની આંગળી કાપે તો તેની આંગળી પણ એક દિવસ કપાશે, કોઈ કોઈની હત્યા કરશે, તો તેની પણ એક દિવસ હત્યા થશે.
આ માહિતી અજબ ગજબ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.