જેની કુંડળીમાં બને છે આ 5 યોગ, તેમનું દામ્પત્ય જીવન રહે છે જોરદાર, જાણો તમારી કુંડળી શું કહે છે.

0
805

જન્મ કુંડળીમાં બનતા આ યોગો સુખી દામ્પત્ય જીવન તરફ ઈશારો કરે છે, જાણો ખાસ યોગો વિષે.

હિંદુ ધર્મમાં લગ્નને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. લગ્નનો સંબંધ દરેક મનુષ્ય માટે મહત્વપૂર્ણ હોય છે. એવું માનવામાં આવે છે કે આ સંબંધ સાથે વ્યક્તિ સાત જન્મો સુધી બંધાય જાય છે. આ જ કારણ છે કે લગ્ન પહેલા વર-કન્યાની કુંડળી મેચ કરવામાં આવે છે, જેથી લગ્ન જીવનમાં કોઈ અવરોધ ન આવે. ચાલો જાણીએ કુંડળીના 5 શુભ યોગો વિષે જે દામ્પત્ય જીવનને સુંદર બનાવે છે.

સુખી દામ્પત્ય જીવનનો યોગ 1 : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિની કુંડળીમાં બીજું અને ચોથું ઘર (ભાવ) મજબૂત હોય છે. તેમનું લગ્ન જીવન હંમેશા અદ્ભુત હોય છે. હકીકતમાં બીજું ઘર અંગત જીવન માટે છે. જ્યારે ચોથું ઘર દામ્પત્ય જીવનના નવા સંબંધોને દર્શાવે છે.

સુખી દામ્પત્ય જીવનનો યોગ 2 : જો કુંડળીમાં શુક્ર ગ્રહની સાથે ગુરુ શુભ સ્થાનમાં હોય અને તે પાંચમા, નવમા, અગિયારમા ભાવમાં હોય તો તેનું લગ્નજીવન સુખદ રહે છે. વળી, આવી સ્થિતિમાં લગ્ન પછી પણ પતિ-પત્નીના સંબંધોમાં ખુશી જળવાઈ રહે છે.

સુખી દામ્પત્ય જીવનનો યોગ 3 : જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ગુરુ સાતમા ભાવમાં હોય અને સાતમા ભાવનો સ્વામી શુભ સ્થાનમાં હોય તો લગ્નજીવન અનુકૂળ રહે છે. આ સિવાય જો કુંડળીમાં અનુકૂળ સ્થિતિ બની રહી હોય તો પણ લગ્નજીવન સુખી રહે છે.

સુખી દામ્પત્ય જીવનનો યોગ 4 : જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શુક્ર પાંચમાં ભાવમાં અથવા કોઈ ઉચ્ચ ઘરમાં હોય તો તે વ્યક્તિને દાંપત્ય જીવનમાં અપાર સુખ પ્રાપ્ત થાય છે. જો કે આ સ્થિતિમાં સાતમા ઘરનો સ્વામી પણ મજબૂત સ્થિતિમાં હોવો જોઈએ.

સુખી દામ્પત્ય જીવનનો યોગ 5 : જો કોઈ વ્યક્તિની કુંડળીનું 7 મું ઘર મજબૂત હોય. સાથે જ જો લાભકારી મહાદશાનો શુભ સંયોગ હોય તો તે પણ સારું લગ્નજીવન દર્શાવે છે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.