યુવકે મદદ માંગી તો સંત તેને નદીમાં લઇ ગયા અને પાણીમાં ડૂબાડવા લાગ્યા, જાણો પછી શું થયું…

0
322

અમુક લોકોની ફરિયાદ રહે છે કે તે કોઈ પણ કામ કરે પણ તેમાં સફળતા નથી મળી શકતી. એવી સ્થિતિમાં શું કરવામાં આવે? સફળતા મેળવવાનો સૌથી મોટો મૂળ મંત્ર એ છે કે, જયારે પણ કોઈ કામ શરુ કરીએ તો તેમાં મન લગાવીને જોડાઈ જવું જોઈએ.

સફળતા મેળવવા માટે શોર્ટકટનો ઉપયોગ ન કરો. કેમ કે એવી સફળતા વધુ સમય સુધી ટકી નથી શકતી. સફળ થવા માટે સતત પ્રયત્ન કરવાની જરુર રહે છે. આજે અમે તમને એવો પ્રસંગ જણાવી રહ્યા છીએ જે સમજાવે છે કે સફળતા મેળવવા માટે કેવા પ્રકારની તૈયારી કરવી જોઈએ અને મનમાં કેવા ભાવ હોવા જરૂરી છે.

એક ગામમાં એક વિદ્વાન સંત રહેતા હતા. દુર દુરથી લોકો તેમની પાસે પોતાની તકલીફો લઈને આવતા અને તેઓ તેમનું સમાધાન જણાવતા હતા. તે ગામમાં રહેતો એક છોકરો ઘણી મહેનત કરતો હતો, પણ તેને સફળતા મળી શકતી ન હતી. એક દિવસ તે સંત પાસે ગયો અને કહ્યું કે, ગુરુજી તમે મને કોઈ એવો ઉપાય જણાવો, જેનાથી મારી તમામ સમસ્યાઓ દુર થઇ જાય અને હું પણ સફળ માણસ બની શકું.

સંતે તે છોકરાની સંપૂર્ણ વાત સાંભળી અને કહ્યું કે, ઠીક છે. હું તને એક ઉપાય જણાવીશ. કાલે સવારે તું મને નદી કિનારે મળવા આવજે.

બીજા દિવસે છોકરો સવારે વહેલો ઉઠી નદી કાંઠે પહોંચી ગયો. સંત પણ ત્યાં આવી ગયા હતા. સંત તે છોકરાને લઈને નદીમાં ગયા. હવે બંનેનું માત્ર માથું જ પાણીની બહાર હતું. ત્યારે અચાનક સંતે તે છોકરાનું માથું પકડ્યું અને તેને પાણીમાં ડૂ-બા-ડ-વા લાગ્યા.

છોકરો પાણીમાં ડૂબવા લાગ્યો. જેમ તેમ કરીને તે સંતના હાથમાંથી છૂટ્યો અને નદી માંથી બહાર નીકળ્યો. સંત પણ નદી માંથી બહાર નીકળી આવ્યા. છોકરાએ સંતને કહ્યું, મેં તમારી પાસે મદદ માંગી પણ તમે તો મને મા-ર-વા-મા-ગો છો.

સંતે કહ્યું કે, ના. હું તો તને સફળતાનું રહસ્ય સમજાવી રહ્યો હતો. સંતે પૂછ્યું કે, જયારે તું પાણીમાં ડૂબી રહ્યો હતો, ત્યારે તને શું મેળવવાની ઈચ્છા સૌથી વધુ થઇ રહી હતી?

છોકરાએ કહ્યું કે, ડૂબતી વખતે મને સૌથી વધુ શ્વાસ લેવાની ઈચ્છા થઇ રહી હતી.

સંતે જણાવ્યું કે, બસ આ પ્રકારે સફળતાનો પણ નિયમ છે. જ્યાં સુધી કોઈ કામમાં સંપૂર્ણ તન મન નહિ લગાવો ત્યાં સુધી સફળતા નથી મળી શકતી.

લાઈફ મેનેજમેન્ટ : કામ કોઈ પણ હોય તેમાં તન-મન અર્પણ કરીને તે કામમાં લાગી જવું જોઈએ, અને બીજી વાતોમાં ધ્યાન ભટકાવવું ન જોઈએ. ત્યારે જ સફળતા મળી શકે છે. કામમાં સફળતા મેળવવા માટે કરો યા મ-રો-નો-નિ-ય-મ લાગું પડે છે. (સ્ટોરી ફક્ત સમજણ માટે છે, અસલ જીવનનો બનાવ નથી.)