મહાભારતના યુદ્ધ પછી એવું તે શું થયું કે, એક સ્ત્રીની દૃષ્ટિથી યુધિષ્ઠિરના પગના નખ કાળા થઇ ગયા, અહીં જાણો.
શાસ્ત્રોમાં મહાભારતને પાંચમું વેદ કહેવામાં આવ્યું છે. મહાભારતની કથા જેટલી મોટી છે, એટલી જ રોચક પણ છે. તેના રચયિતા મહર્ષિ કૃષ્ણદ્વૈપાયન વેદવ્યાસ છે. આ ગ્રંથમાં કુલ એક લાખ શ્લોક છે, એટલા માટે આ ગ્રંથને શતસાહસ્ત્રી સંહિતા પણ કહેવામાં આવે છે.
અત્યાર સુધી અમે તમને મહાભારતમાં વર્ણવવામાં આવેલી ઘણી કથાઓ અને પ્રસંગ જણાવી ચુક્યા છીએ. અને આજે અમે તમને મહાભારત સાથે જોડાયેલો વધુ એક પ્રસંગ જણાવી રહ્યા છીએ, જયારે એક સ્ત્રીના જોવા માત્રથી યુધિષ્ઠિરના પગના નખ કાળા થઈ ગયા હતા. આવો જાણીએ એવું શા માટે થયું હતું?
મહાભારત અનુસાર, યુદ્ધ પૂરું થયા પછી પાંડવો ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને મળવા ગયા. તે સમયે ગાંધારી પણ અન્યાય પૂર્વક કરવામાં આવેલા દુર્યોધનના વધથી ગુસ્સે હતા. પાંડવ ડરતા-ડરતા ગાંધારી પાસે પહોંચ્યા. દુર્યોધનના વધની વાત કરવા પર ભીમે ગાંધારીને કહ્યું કે, જો હું અધર્મપૂર્વક દુર્યોધનને નહિ મારતે તો તે મારો વધ કરી દેતે. ધર્મયુદ્ધમાં દુર્યોધન સામે કોઈ જીતી શકતું ન હતું.
ત્યારે ગાંધારીએ કહ્યું કે, તેં યુદ્ધભૂમિમાં દુઃશાસનનું લોહી પીધું, શું તે યોગ્ય હતું? ત્યારે ભીમે કહ્યું કે, દુઃશાસનનું લોહી મારા દાંતોથી આગળ નથી ગયું. જે સમયે દુઃશાસને દ્રૌપદીના વાળ પકડ્યા હતા, તે સમયે મેં આ પ્રતિજ્ઞા લીધી હતી. જો હું મારી પ્રતિજ્ઞા પુરી નહિ કરતે તો ક્ષત્રિય ધર્મનું પાલન નહિ કરી શકતે.
ભીમ પછી યુધિષ્ઠિર ગાંધારી સાથે વાત કરવા આગળ આવ્યા. માતા ગાંધારી ઘણા વધારે ગુસ્સે હતા, આથી જેવી જ ગાંધારીની દૃષ્ટિ તેમની આંખો પર લગાવેલી પટ્ટીમાંથી યુધિષ્ઠિરના પગના નખ પર પડી, તો તે કાળા થઈ ગયા. આ જોઈને અર્જુન શ્રીકૃષ્ણની પાછળ સંતાઈ ગયા અને નકુલ, સહદેવ પણ ત્યાંથી ખસી ગયા. થોડી વાર પછી જયારે ગાંધારીનો ગુસ્સો શાંત થઈ ગયો, ત્યારે પાંડવોએ તેમના આશીર્વાદ લીધા.
આ માહિતી અજબ ગજબ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.