દક્ષિણ ગુજરાતના જાંબુઘોડા ગામમાં આવેલુ ઝંડ હનુમાનજી મંદિર, અહીં છે ભીમની ઘંટી.

0
3427

મારોબાઈક પ્રવાસ લેખ લખવાનો હેતુ ધર્મ પ્રચાર નો છે. ધાર્મિક મંદિરો સ્થળોની માહીતી જનતા સુધી પહોંચાડવાનો છે. કોઈ ભૂલ હોયતો માફ કરશો. મારા દરેક બાઈક પ્રવાસ માં મારી ધર્મ પત્ની દરેક સુખ દુઃખ મારી સાથેજ હોય છે.

મિત્રો આજનો આપડો પ્રવાસ દક્ષિણ ગુજરાત પંચમહાલ જીલાનું જાબુઘોડા ગામ પાવાગઢ થી 35 કિલોમીટર અને વડોદરા થી 90 કિલોમીટરના અંતરે આવેલું ઇતિહાસિક પ્રાચીન ધાર્મિક પૌરાણિક શ્રીઝંડ હનુમાની મંદિર.

જય હનુમાનજી

મિત્રો ઝંડહનુમાન મંદિર પૌરાણિક મંદિરછે. અને કહેવાય છે કે અહીં હનુમાનજીના દર્શન કરવાથી શનિદેવ ની પનોતી શાંત થાયછે. અહીં જંગલની વચ્ચોવચ ગાઢ જંગલમાં રમણીય વાતાવરણ પાણીના ઝરણાં, જાનવરો અને ત્રણ થી ચાર પ્રજાતિના વાનરો જોવા મળે છે. અહીં શનિવારે અને મંગળવારે હનુમાનજી ના દર્શન કરવા લોકો બહુ આવે છે.

આ જાંબુઘોડા હનુમાનજી નું મંદીર જંગલમાં આવેલ છે. તે મહાભારતના વખતે પાંડવો અહીં રહેતા હતા. અહીં ભીમની ઘંટી છે. ભીમ તે ઘંટીમાં અનાજ દળતાં હતા. અહીં દ્રૌપદીને તરસ લાગતા અર્જુને બાણથી કૂવો કર્યો હતો. તે મોજુદ છે. અહીં શિવમંદિર અને ગણેશજીની ની મૂર્તિ ઓ છે. અહીં હનુમાનજી ના ડાબા પગ નીચે શનિદેવની પ્રતિમા ભકતોની પનોતી દૂર કરે છે. શનિ ની પનોતી હોય તે અચૂક આવે છે. મંત્ર જાપ કરાવે છે. પૌરાણિક શિવ મંદિર છે.
ડુંગર ઉપર હિંગળાજ માતાજી નું મંદીર છે. ત્યાં ભોંયરૂ છે. તે ભોંયરૂ ગુફા હવે બંધ કરી દેવામાં આવી.

પૌરાણિક કથા પ્રમાણે અહીંથી રાજપીપળા સુધી નું જંગલ હેડમબા વન તરીકે ઓળખવામાં આવતું. હનુમાનજી સુતા હતા ત્યારે ભીમ તેમનું પુછડું ઊંચકી શક્યો નહતો તે આ જગ્યા ઝંડ હનુમાનજી ની કહેવામાં આવે છે.

હનુમાનજી તો ભગવાન શિવના પુત્ર અંજની માતાના દીકરા છે. હનુમાનજીના પૂજા પોરબંદર થી માધવપુર જતા રસ્તામાં મોચા ગામ છે. ત્યાં 35 વર્ષ થી અંગ્રેજ ફ્રાન્સ ની બહેન સંત થઈ પૂજા કરે છે. ત્યાં બહુ સરસ હનુમાનજીની જગ્યા છે. જાંબુઘોડા માં રોમન સૈ ન્ય અહીં આવ્યુ હોય તેવા રોમન મૂર્તિઓ જોવા મળે છે.

મિત્રો પાવાગઢ ની બાજુમાં આવેલ જગ્યા જાબુઘોડા છે. પાવાગઢ મા મહાકાળીના દર્શન કરવા જાવતો જરૂર આ જગ્યા માં જાજો. સરસ જગ્યા છે. અમદાવાદ થી હાલોલ કે પાવાગઢ 120 કિલોમીટર અને વડોદરા થી 90 કિલોમીટર પાવાગઢ થી 35 કિલોમીટર નું અંતર થાય છે.

જય શ્રી હનુમાનજી મહારાજ, જય ભોલેનાથ

જય માતાજી

લેખક-ભરત.શીંગડીયા ” જય માતાજી ”

(સો.પ્રજાપતિ) 26 / 7 /2021