માતાજીનાં ઊંચા મંદિર નીચા મોલ
ઝરૂખડે દીવા બળે રે લોલ
હે અંબેમાના ગબ્બર ગોખ
અણમોલ દીપે શોભા ઘણી રે લોલ
આવી આવી નવરાત્રિની રાતડી
બાળકો રાસે રમે રે લોલ
ખોડલ માડી ગરબે રમવા આવો
કે બાળ તારા વીનવે રે લોલ
માતાજીનાં ઊંચા મંદિર નીચા મોલ
ઝરૂખડે દીવા બળે રે લોલ
આવી આવી નવરાત્રિની રાતડી
બાળકો રાસે રમે રે લોલ
ચામુંડા માડી ગરબે રમવા આવો
કે બાળ તારા વીનવે રે લોલ
માતાજીનાં ઊંચા મંદિર નીચા મોલ
ઝરૂખડે દીવા બળે રે લોલ
માતાજીને શોભે છે શણગાર સોળ
કે પગલે કંકુ ઝરે રે લોલ
રાંદલમા ગરબે રમવા આવો
કે મુખડે ફૂલ ઝરે રે લોલ
માતાજીનાં ઊંચા મંદિર નીચા મોલ
ઝરૂખડે દીવા બળે રે લોલ
માડી તારું રૂપ અનુપમ સોહે
કે જોઈ મારી આખ્યું ઠરે રે લોલ
બહુચર માડી ગરબે રમવા ને આવો
કે ખોરડે અમી ઝરે રે લોલ
માતાજીનાં ઊંચા મંદિર નીચા મોલ
ઝરૂખડે દીવા બળે રે લોલ.